પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૩


શ્લોક ૧૫, ચરણ ૪.

અભંગ---રાજમહેલમાં આવીને વસ્યા પછી ગન્ધમાદન વનની પેઠે ભૂલ્યથી નિષિદ્ધ સ્થળમાં જઈ લતા બની જવાનું વગેરે સુખમંગના પ્રસંગ જ ના આવવાના, એટલે અભંગ સુખ મળશે, એમ ભાવ છે.

શ્લોક ૧૬–અહિં કાવ્યના ઉદ્દેશની સુચનાને વળી ધ્વનિ થાય છે;–“ એ સુખ વિશે દુખ ગૂઢ દેખું, ”—એ વચનમાં એ જણાઈ આવે છે.

ચરણ ૨. શિશુ મેષ કેરુ કથામાં ઘેટાં ત્રણ કહેલાં છે, અહિ એક જ મેષશિશુ કહી વાર્તામાં ફેર કરવાની છૂટ લીધી છે.

ઉત્તરાર્ધ–આ બનાવની પૂર્વછાયારૂપે ભ્રમણા જ અહિં પ્રગટ કરી છે. ઘેટાનું હરણ વગેરે હજી થયું જ હતું. છતાં તેનું હરણ થવા ન દેવું એ શરતમાં આ સંભવ સમાયલો હોવાથી ભાવિ દુઃખને ભાસ ચીતર્યો છે.

નાટકમાં ઘેટાને પ્રસંગ કાઢી નાંખી કાયમ સાગનું પરિણામ છે; પરંતુ તે વાતને આ કાવ્યના ઉદેટા જોડે બાધ આવે છે, તેય કથામાંથી ઘેટાના પ્રસંગનું સૂચન (બીજે બધે નાટકમાંના પ્રસંગે લીધાની સાથે જ) અહિ હેતુપુર સર અને બુદ્ધિપુર સર ભેગું વણ્યું છે.

ચરણું ૪. ઉર્વશી મુજા-અહિં તે વાક્યમાં અંગ્રેજીમાં અને direct construction કહે છે તે યોજના હોવાને લીધે ઉર્વશી એમ તૃતીય પુરુષમાં નામગ્રહણ છે.