પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૪


શ્લોક ૧૭. કાવ્યનું બીજભૂત હાર્દ આ શ્લોકમાં છે તે આરંભમાં અવતરણચર્ચામાં કહેલું જ છે.

શ્લોક ૧૮-૧૯.

માનવહૃદયની સુખની શાશ્વતતા વિશે અશ્રદ્ધાનું તીવ્ર સ્વરૂપ અહિં સૂચવાયું છે. હિમાલયના પ્રદેશમાં ગન્ધમાદન વનમાં થયેલા વિયોગના ભણકારા પુરૂરવને ભય આપતા હતા; તેથી નીચેના સિધુપટમાં કનકનૌકામાં વહી જવાની ઇચ્છા ક્ષણભર થઈ તે પણ મનમાં સ્થિર ના રહી; અને પોતાની રાજધાનીમાં રાજમન્દિરના દઢ સ્થાન તરફ મન ગયું; હાં પણ પલંગના પાઇયા સાથે બાંધેલા ઘેટાએ વિયોગની છાયા ઊભી કરી–તેથી પાછી આખર આકાશમાં– અનન્ત આકાશમાં ઊડવાની ઇચ્છા કરી; અનિશ્ચિત સુખ, ભાવિ

દુ:ખ,-એ ભયને પરિણામે અજ્ઞાત અનન્તપથમાં હારી જઈ એ નવી અનિશ્ચિતતામાં ઝંપલાવાનું મન કરે છે, પણ તેની અનિશ્ચિતતાનું ભાન થતું નથી; કેમકે એમ માને છે કે સંભવનીય વિયોગનું સ્મરણ આપનારા પદાર્થોથી દૂર જવાય તો બસ,–“જાઉં, અહિંથી હું જાઉ” (અહિંથી–એટલે ભાવિદુઃખના ભણકાર કરનારા સ્થળમાંથી ), અને ઉરમાં ઉર્વશીને તે સ્થિર પકડી જ રાખું, પછી ગમે ત્ય્હાં ભલે જવાય. પણ આ રીતે પણ દુઃખને આધાત નહિં જ આવે ત્હેની ખાતરી શી? તેથી આ કરતાં પણ પ્રબળ તીવ્રતર, સૂક્ષ્મ, ઇચ્છા-દુ:ખ પણ સ્પર્શ ના કરે હેવા અવ્યક્ત શૂન્ય સ્વરૂપે પ્રાપ્ત કરવાની,-૧૮ માં શ્લોકમાં પ્રગટ કરે છે; પોતે ધન બને, ઉર્વશી વિદ્યુત બને, તેને પોતાનામાં સમાવી દે (વીજળી મેઘમાં લીન રહે તેથી), અને પછી પોતે મેધના ધૂમભયરૂપદ્વારા ઝીણો ધૂમ બનીને