પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૫


ઊડી જાય, લુપ્ત જ થઈ જાય, નિર્વાણ પામે; પછી વિયોગ, દુઃખ, કોને કય્હાં સ્પર્શ કરશે? બંને અન્યોન્યમાં વિલીન થઈ બંનેનું એકરૂપ થઈ તે પણ શૂન્યમાં લીન થઈ જાય પછી દુઃખ પણ ફાંફાં મારશે. "ઝીણો ધૂમ બની ઊડી જાઉં”—એટલે ધૂમનો પ્રત્યક્ષ આકાર રહેલો હેવો થઈને ઉડીને અન્ય સ્થળે જાઉં, એમ નહિં; પરંતુ–વરાળ રૂપ થઈ અંતે વરાળના પણ પરમાણુ વેરાઈ જઈ લુપ્ત થાય છે તે રીતે તદન વિલુપ્ત થાઉં.

આમ દુઃખની ભયાનક મુર્તિથી ભય પામીને હેનાથી દૂર રહેવાને વિલક્ષણ અને તીત્ર વાંછનાને મૂર્ત કરી છે. ત્હેમાં દુઃખથી ન્હાસવા જતાં એ અવ્યક્ત, શુન્ય, દશામાં સુખ ભોગવવાની શક્તિ તથા સાધન પણ લુપ્ત થશે એ વાત પોતે ભૂલી જાય છે.

શ્લોક ૧૮, ચરણ ૩.

“ જાઉં, આંહિંથી હું જાઉં.” – "મકરન્દ”ના “તું ગઈ”એ મથાળાના સુન્દર, ભાવપૂર્ણ કાવ્યમાંની નીચેની પંક્તિનું સ્મરણ થશે –

“ જાઉં અહિંથી, અહિંથી જ જાઉં.”

ચરણું ૪. ઉર્વશી-અહિં સંબોધ્ય ઉર્વશી છતાં હેના નામગ્રહણમાં ઉર્વશીની અમૂલ્યતા, હેના ઉપર અગાધ પ્રેમ, ઈત્યાદિ ભાવ વ્યંજિત થાય છે.

શ્લોક ૧૯. પોતે ઘનરૂપ બને અને ઉર્વશી વિદ્યુત બને એ વિચાર સમીપ રહેલા વિજળીયુકત મેધ–વિમાન બનેલા મેધ–ને