પૃષ્ઠ:Nupur Zankar.pdf/૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
-


પ્રસ્તાવના.
- X -

આ કાવ્યસંગ્રહ પ્રગટ થવાનો છે અને તેનું નામ “નૂપુર- ઝંકાર” છે એમ સાંભળી એક જણે એક ચાતુર્ય્ર્થભરેલો તર્ક કર્યો હતો; “કુસુમમાળા', “ હૃદયવીણા', અને ‘નૂપુરઝંકાર'-એમ કમવાર નામમાળામાં સંલગ્ન હેતુ સમાયેલો હોવો જોઈએ; તે આમ: કવિતાની દેવીનો પ્રથમ મ્હને સાક્ષાત્કાર થતાં મ્હેં હેને કાવ્યકુસુમોની માળા સમર્પી; પછી દેવી આવીને સ્થિર ઊભી તે વખતે મારા હૃદયની વીણા તેની સમક્ષ મ્હેં વગાડી; અને હવે અંતે એ દેવીનું વિસર્જન થાય છે તે વખતે તેના નૂપુરના ઝંકાર સંભળાય છે. -આ તર્કમાં રસિકતા તેમ જ ચાતુર્ય સમાયાં છે, એ ખરું, પરંતુ મ્હારા સ્વપ્નામાં પણ નહિં હેવો અર્થ આ રસિક જને ખોળી કાઢ્યો છે એમ મારે કહેવું પડે છે. ' નૂપુરઝંકાર 'નામનો હેતુ આરમ્ભના અવતરણુકાવ્યમાં સૂચવાયો જ છે. તે હેતુ જોડે ઉપરની કલ્પનાનું સામ્ય કવિતદેવીના નૂપુરના ઝંકાર–એટલામાં જ છે. એટલી પણ અટકળ કરવા માટે એ રસિકને યશ ઘટેછે.

પરંતુ આ તર્કમાં મારી કવિત્વશક્તિ ક્ષીણ થઈ વિદાય લેવા તૈયાર થઈ છે એમ ગર્ભિત આરોપ છે તે એ મિત્રના ઉદ્દેશની બહાર હશે કે કેમ તે તો કળી સકાય એમ નથી, પણ એ ઉપરથી આજ રસિક વાચકવર્ગ આગળ મ્હારે એક વાત નિવેદન કરવાની પ્રેરણા થઈ છે તેથી પ્રસ્તુત તર્ક કરનારનો આભાર માનું છું. મારી કવિત્વ- શક્તિની ક્ષીણતા અને પ્રયાણ વિશે હું નિર્ણય આપું એ અશક્ય નહિં