પૃષ્ઠ:Nupur Zankar.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૬


વ્યર્થ ભયે રચી મૂર્તિ ભયાનક, જય બ્હીતુ રહ્યું રે લોલ;
જ્ઞાનતી તલવાર અડકતાં મૃત્યુ મરી ગયું રે લોલ. ૭

ચૉગમ નાંખી નજર નિહાળું હું — મૃત્યુ કય્હાં રહે રે લોલ ?
માયાદેહ ધરંતું એહ જ, મૃત્યુ મરી ગયું રે લોલ. ૮

જોયું જીવનતત્ત્વ સનાતન, સત્ય પ્રકાશિયું રે લોલ;
અમરપણું પ્રગટ્યું, પછી તત્ક્ષણ મૃત્યુ મરી ગયું રે લોલ. ૯

જીવન પરજીવન બે એક સરિતનું વ્હૅણ રે લોલ.
રૂપ બદલતું જીવા તે પરજીવનમાં ધસે રે લોલ. ૧૦

જીવન-જ્યોતિપૂર વિશાળું જગોજગ રેલિયું રે લોલ
જતાં દિવ્ય નયનથી નિશ્ચય મૃત્યુ મરી ગયું રે લોલ. ૧૧


વિધુરનું માયાદર્શન.

(*[૧]લાવણ્યમયી.)

ઉષા ઝળકતાં કર પીંછી લઈ આલેખી છબિ એક;
રંગ અનુપ કંઈ ઉષાતણા મહિં પૂર્યા આછા છેક,
વિવેક વડે વીણેલા; ૧


  1. * * સ્વર્ગસ્થ ભીમરાવ જોળાનાથની લખેલી લાવણ્યમયી “અ- રુણ તરણુ આ ઉદય થયો” ઇ. ની પ્રમાણ.