પૃષ્ઠ:Nupur Zankar.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૦


વિશ્વપિતાના ચરણમાં અર્પું ફુલડાં એહ,
ને ર્‌હેતાં અવશેષ તે વ્હેચું વિશ્વ વિશે ધરી સ્નેહ;
મોંઘા ફુલડાં લ્યો, ફુલડાં લ્યો.[૧]





  1. *સાખીઓને છેડે “મીઠાં ફુલડાં લ્યો” ઈ. પંક્તિ આવેછે તે
    આરમ્ભની પંક્તિની પેઠે ગાવાની છે. ‘મીઠડાં ગોરસ લ્યો, ગોરસ
    લ્યો’— એ ગરબીના મથાળાની પેઠે.

    ફુલડાં લ્યો, ફુલડાં લ્યો.

    મીઠાં ફુલડાં લ્યો, મીઠાં ફુલડાં લ્યો.

    એમ તાલ છે. પ્રથમનો “લ્યો” માંનો સ્વર પ્લુત છે, ચાર
    માત્રાનો પ્લુત છે.