પૃષ્ઠ:Nupur Zankar.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૫


ચાટુ હેવાં ગાન તું
ગાતે સુણી ઘેલી બની;૫

ગાળ્યું યૌવન પ્રેમમાં-
પ્રેમના આભાસમાં,-
કાળ સરિયો ક્ષેમમાં
હા! ત્યાહરે સુવિલાસમાં!૬

  • *૫ *

(ખંડશિખરિણી, }
હવે, થાતાં ખાલી મધુર રસપ્યાલલો, શઠ અરે !
તજી ચાલ્યો, 'વ્હાલી' વચન ઉચર્યું વ્યર્થ જ ખરે;
ભવ-અટવીમાં અન્ધ તિમિરે
ભટકું;–કર હા! કશું જ ધરે?” !૭

(૨.)
( ખંડહરિગીત. )
“ધનનદી મુજ રેલતી
ક્ષેત્ર જુજવાં ભીંજવે,
મિત્રગણ ચોમેરથી
જો! ત્યાહરે પગ મુજ ધુવે. ૮

  • * * *