પૃષ્ઠ:Nupur Zankar.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૫


નૂતન વર્ષે.


*[૧](ગરબી.)

આજ દિવસ અનુપ આનન્દનોરે લોલ,
ગાઓ સુરસ ગાન મધુર કંઠ,
ભગિની બન્ધુઓરે લોલ !
દૂર, દૂર, વાદ્ય દિવ્ય વાગિયાં રે લોલ.

( સાખી. )
વાગે અનુપમ વાંસળી હેમાં એક અમૂલ,
વગાડનારો વિશ્વમાં સંતાઈ રહ્યો કો ગૂઢ;

(મૂળ ચાલ. )
ભગિની બન્ધુઓ રે લોલ !
દૂર, દૂર, વાગતી એ વાંસળી રે લોલ.

વાંસળી તણા સુરો ઉરે ભરી રે લોલ,
એકતાન થઈ મચાવી ગાન,
ભગિની બન્ધુઓ રે લોલ !
દિવ્ય વાદ્ય સાથ સુર મેળવો રે લોલ.

(સાખી. )
કાળી રજની જે ટળી, ઉષા હસે શાં હાસ !
ફૂલડાં વેરી આંગણે ઊભી રમવા અલૌકિક રાસ;


  1. *“વ્યોમમંડળેથી હમે ઉતर्यां રે લોલ — એ ચાલ.