પૃષ્ઠ:Nupur Zankar.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૭


અણકરમાયાં ફૂલ.

( ખંડ હરિગીત. )


પ્રેમના ઉદ્યાનમાં,
મુગ્ધ યૌવનકાળમાં,
આપણે સખિ ! કોડથી
વીણ્યાં કુસુમ કંઇ અવનવાં. ૧

પૂર્ણ યૌવન જે સમે
પ્રેમપથ દીપાવતું,
આપણે સખિ ! તે સમે
પીધું અમૃત મન ભાવતું. ૨

મુગ્ધવયનાં કુસુમમાં
એ અમીજળ છાંટતો
પ્રૌઢકાળે પ્રેમ જો !
તાજાં કરી એ રાચતો. ૩

સિન્ધુના સંગીતને
સ્નેહથી સુણતાં, સખી !
આપણે ઊભાં અહિ
ક્ષિતિજે રહ્યાં કંઈ નીરખી, ૪