પૃષ્ઠ:Nupur Zankar.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૦


મન્દ મન્દ ભૃંગ ગુંજે,
અયુત કુસુમ કુંજ કુંજે,
ફૂટ્યાં સજની પુંજ પુંજે,
બકુલ યુથી જાતિ રે.ગહન૦ ૩

જોઈ લ્યો સખી શ્યામરાય,

નયન પ્રેમ ઊછળી જાય,
અમૃતસદન વદન છાયા
નિંદતી શી ચંદ જો.ગહન૦૪

આવો આવો સજનીવૃન્દ,
નિરખી લ્યો સખી શ્રી ગોવિન્દ,
શ્યામને પદારવિન્દ,
ભાનુસિંહ વન્દતો.ગહન૦ ૫