પૃષ્ઠ:Nupur Zankar.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૯


ગોપીઓનું સંમેલન.

ગીત.*[૧]

( ઝિંઝોટી, તાલ એક્કો, દાદરો.)

ગહન કુસુમકુંજમાં જ મૃદુલી મધુરી બંસી બાજે,
વિસરી ત્રાસ લોકલાજ સજની આવો આવો રે.
ગહન૦

ધારી ચારુ નીલ વાસ,
હૃદય પ્રણયકુસુમરાસ,
હરિણનેત્ર વિમલ હાસ,
કુંજવને આવો રે.ગહન૦ ૧

ઢાળે કુસુમ સુરભિ ભાર,
ઢાળે વિહગ સુરવસાર,
ઢાળે ઇન્દુ અમૃતધાર
રજતશી સુહાતે રે.ગહન૦ ૨


  1. $ બાબૂ રવીન્દ્રનાથ ટાગોરના બંગાળીનું ભાષાન્તર-
    • ‘આજ શ્યામ મોહે લીની બાંસરી બજાય કે’ – એ ગીતની ચાલ