પૃષ્ઠ:Palkara.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
170
પલકારા
 

મરતાં મરતાં લખેલો ખેડુ-હક્કનો ધારો ક્યાં છે ? એ ખોળી કાઢોને ભલા થઈને ! આ નાટક શીદ કરી રહ્યા છો ?

“બીજું, મુદ્દાની વાત તો એ છે, કે મારે હવે આંહીં રે’વું નહિ પાલવે. ઈ તો મુને ભાઈજીએય કહી મૂકેલું કે પાંચાભાઈ ! રાજનગર તારે રે’વા લાયક ઠેકાણું નથી. હું હવે રજા લઉં છું. હું મારે ગામડે જઈશ. મારાં વાછરુંપાડરું હવે તો મોટાં થઈ ગયાં હશે, ને ભાંભરડાં દેતાં હશે, માટે સહુ ભાઈઓને જુહાર છે. તમે સહુ અદલ વહીવટ કરજો, નીકર, હું તમને કહી રાખું છું કે મારે પાછો કમરબંધ બાંધવો પડશે ! લ્યો, થોડું બોલ્યું ઝાઝું કરી માની લેજો, ભાઈઓ !”

પાંચો જ્યારે સભાગૃહ છોડી ગયો ત્યારે લોકવૃન્દની આંખો ભીની હતી.

છાનામાના રાત્રિને ગહેરે પહોરે પાંચાએ રાજમહેલ છોડ્યો, ત્યારે આખી સમૃદ્ધિમાંથી એણે એક જ ચીજ ઉઠાવીને ગજવામાં છુપાવી લીધી.

એ હતું એક પેપર-વેઇટ : કાચનો નાનો ગોધો – પોતાનું પ્રતીક !

⟨⟩ ⟨⟩