પૃષ્ઠ:Palkara.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
169
 

નથી.”

“તો, રાંડનાઓ !” પાંચો અકળાઈને કહેતો : “અહીં મારા ઘરમાં શા સારુ આટલા ઢોલિયા પાથર્યા છે ? મારે તો એક જ ખાટલો જોશે. ઇસ્પિતાલોમાં ઉપાડી જાઓ બાકીનું તમામ પાગરણ.”

“નામદાર, રસ્તાઓ પર બત્તીઓ નથી.”

“અરે ચોટ્ટાઓ !” પાંચો આશ્ચર્ય પામીને કહેતો : “ત્યારે અહીં મહેલમાં હાંડી-ઝુમ્મરો શા સારુ ટાંગ્યાં છે ? મારે તો દીવાની જરૂર શી છે ? હું તો મારે ફળિયામાં સૂઈ રહીશ, લઈ જાવ આ તમામ બત્તીયુંને, દેવાળિયાઓ !”

પ્રત્યેક વિષય પર પાંચાએ પોતે ત્યાગનો સ્વીકાર કર્યો, ને તમામ અધિકારીઓ કને એવો જ ત્યાગ માગ્યો.

રાજા, ઉમરાવ અને મૂડીદારનાં ત્રિવિધ ચક્રો તળે વર્ષોથી ચગદાતી જનમભોમમાં પાંચાએ સ્વાધીનતાનો રોષ રોપ્યો. ચાહે તેટલી બિનઆવડત છતાંય એનું શાસન સ્થિર બન્યું, કેમ કે એણે ત્યાગધર્મ સેવ્યો. વતનનું મોં ઉજ્વલ બન્યું. માનવીનું મસ્તક ઝૂકવું ભૂલીને ગગન સામે ટટ્ટાર બન્યું.

પણ છ મહિનાને અંતે એને જણાયું કે પોતાને કશી ગતાગમ પડતી નથી, ને રાજતંત્રની આંટીઘૂંટી વધુવધુ અણઉકેલ બનતી જાય છે.

પ્રધાનમંડળને આ સિપાહીની સરમુખત્યારી રમૂજ કરાવતી, તેમ જ દિગ્મૂઢ બનાવતી, વાતવાતમાં પાંચો તમંચો ઉગામતો. વળી ભૂલ સમજાતાં હસી પડી માફી માગતો.

એક દિવસ એને ‘દેશોદ્ધારક’નો ચંદ્રક એનાયત કરવા રાજસભાની બેઠક મળી. પોતાના ભલાભોળા નિષ્પાપ તારણહાર ઉપર પ્રજા મુગ્ધ હતી. એ મુગ્ધ હૃદયના ઉદ્‌ગારોનો જવાબ આપવા સિપાહી ઊભો થયો, ને બોલ્યો :

“તમેય કેવા ગમાર છો ! એક ઢબુ જેવડો ચાંદ મને દેતાં તમને કાંઈ શરમ નથી આવતી ? મારું શરીર તો જોવો !”

“એ તો હવે ઠીક ! પણ મારે તમને પૂછવું હતું, કે પેલો ભાઈજીએ