પૃષ્ઠ:Palkara.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
168
પલકારા
 

સેનાપતિએ મોત માગ્યું.

“ના ભૈ !” પાંચાએ વિસ્મયભરી નજરે સેનાપતિની સામે જોયું : “કોણે કહ્યું કે આપને ઉડાવી દેવાના છે ? કાં ભાઈઓ ?” પોતાના સાથીઓ તરફ એ ફર્યો : “તમે કોઈએ કહ્યું કે આ મહેરબાનને આપણે ઠાર મારવાના છે ?”

“ના, પાંચાભાઈ !” સહુએ જવાબ દીધો : “અમે કોઈ બોલ્યા જ નથી.”

“તો ઠીક; એવું તે હોય ? અમે કાંઈ તમને મારી નાખવાના નથી. અમારે તો તમને આ ગોળના પાણીથી અંઘોળવા છે, ને પછી આ જુઓ –” પાંચાએ ઝેરી મકોડાથી ભરેલું એક મોટું વાસણ બતાવ્યું : “આમાં આપને બેસાડવાના છે. અમારે કાંઈ તમારી હત્યા માથે નથી લેવી.”

ચીસ પાડતા સેનાપતિને નગ્ન શરીરે ગોળના પાણીમાં ઝબોળી એ અસંખ્ય કાળાં જંતુઓનો જીવતો ભક્ષ બનવા દેગમાં હડેસલી દીધો.

[16]

“અમે તો ભેળવાળું દૂધ પણ ખાતા નથી. એ જ પ્રમાણે રાજ પણ નિર્ભેળ જ જોવે. માટે દગા વગરના જણ ભેળા કરજો. મૂડીવાળો ને અમીરાતવાળો માંહીં ન પેસવો જોવે, સમજ્યા ? નીકર જટાબીટ કાઢી નાખીશ.”

આવા અર્ધસ્પષ્ટ શબ્દોમાં પાંચાએ પોતાની સરમુખત્યારીની ખુરશી પરથી શુદ્ધ લોકશાસન સ્થાપવાની આજ્ઞા સંભળાવી.

પાંચાની કૅબિનેટ પર પ્રમાણિક ને સેવાભાવી લોક-સેવકો બેઠા. તેઓએ પાંચાની જોડે મંત્રણા કરી :

“નામદાર, નાણાં નથી.”

“તો છાપખાનું ક્યાં મરી ગયું ? ઢગલાબંધ નોટું છપાવી લ્યો !”

અર્થશાસ્ત્રીઓએ છૂપાં હાસ્ય કર્યાં.

“શ્રીમંતોને લૂંટી લ્યો ! ક્યાં આપણા ઘર સારુ જોવે છે ?”

ખાતાવાર માગણીઓ આવી : “નામદાર, ઇસ્પિતાલોમાં ખાટલા