પૃષ્ઠ:Palkara.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
પલકારા
 

પોતાને સીસો મારવા આવનાર કેમિસ્ટને પોતાની સામે ઝૂકતો જોયો.

શું થઈ ગયું હતું આ બધું ?

આ કૌભાંડમાં સંડોવાયેલ એકેએક માણસને પોતપોતાનાં ભોપાળાં સંઘરવાનાં હતાં. સહુએ આપદ્‌મિત્રો બનીને એક કુટુંબ જમાવી દીધું, ભવાડો કરવા ધસી આવેલો કેમિસ્ટ પોતે જ પ્રોફેસરને દુનિયાદારીનું ડહાપણ આપવા માટે પડખે ચડી ગયો. અને પછી માસ્તર સાહેબનું ખરું ખેલાડી જીવન શરૂ થયું.

એમ સહુના સ્વાર્થની છત્રી બનેલા માસ્તર સાહેબ ઊંચે ચડયા છેલ્લી ટોચે ચડ્યા. શેઠજીની સોડ્યમાંથી સરકેલી પેલી 'બહેન' પણ માસ્તર સાહેબના પડખામાં લપાઈ ગઈ.

(7)

એ જ હાઇસ્કૂલ હતી : ટાઢા ધીરા હવા પ્રકાશે શોભતું પુરાતન મકાન હતું. ત્રણ વર્ષો પૂર્વે માસ્તર સાહેબે ભણાવેલા પચાસ વિદ્યાર્થીઓનો વર્ગ હતો. તેઓને ઇનામ વહેંચવાનો મેળાવડો હતો. ઓરડો પણ એ-નો એ જ હતો. દીવાલોના પથ્થરો જાણે સુભાષિતો બોલતા બોલતા કોઈ પંડિતો થીજી ગયા હોય તેવા દેખાતા હતા. સુવર્ણ વચનોની તખ્તીઓ ચમકતી હતી. ઘણાં ઘણાં નવાં સૂત્રો દીવાલો પર ઉમેરાયાં હતાં. ઇસુ, જરથુષ્ટ્ર, બુદ્ધ, મહાવીર, હજરત મહમ્મદ આદિ એક પણ પયગમ્બરની વાણી બાકી નહોતી રહી ગઈ.

“વિદ્યાર્થીઓ !” સ્કૂલના પ્રોપ્રાયટર સાહેબે ઊભા થઈ ઓળખાણ કરાવી. ‘આજના મંગલ દિને, જેના મંગલ હસ્તે તમને ઈનામ અપાવાનાં છે. તેની ઓળખાણ કરાવવી એ દીવો ધરીને સૂર્ય દેખાડવા જેવું છે. એ પવિત્ર, મહાનુભાવ અને વિદ્યામાર્તડ પુરુષનું ઓળખાણ કરાવતાં મારું હૃદય ઉછાળા મારે છે. તમારા જ એક વખતના એ ગુરુજી આ દીવાલ પરનાં નીતિવચનોના અચલ પાલનને પ્રતાપે આજે આપણી વિદ્યાપીઠના વિજ્ઞાનવિશારદની ખુરસી શોભાવે છે, ને દેશની ત્રણ મહાન રસશાળાઓના તેઓશ્રી અધ્યક્ષ છે. એમની આવી ઉજજવલ કારકિર્દીનું બીજ અહીં જ