પૃષ્ઠ:Pankaj.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦ : પંકજ
 

જવા દે'

કંઈક રૂના ભાવમાં ફેરફાર થયાના સમાચાર મળતાં અમે બધા આપ્યા–લીધાના ધાંધલમાં પડ્યા, અને મધુકરની વાતને ભૂલી ગયા.

પરંતુ મધુકર બીજે દિવસે બજારમાં ન આવ્યો એટલે મારો જરા ઊંચો જીવ થયો. બધાએ મધુકર કેમ ન આવ્યો તે વિશે ચર્ચા પણ કરવા માંડી. મધુકરને માટે મને વધારે લાગણી હતી. એની વિચિત્રતા ઘણી વખત સહુને અણગમતી થઈ પડતી હતી; એની ટીકાઓ ઘણાંને પ્રજાળતી હતી; અને તેનો સંસ્કારધમંડ સહુને ખૂંચતો હતો. છતાં તેમાં એક પ્રકારની એવી સરળતા હતી કે તેના અન્ય દોષ ભૂલી જવાનું બધાને મન થતું. મધુકરની ઉદારતા અદ્‌ભૂત હતી. તે રંગરાગનો શૉખીન હતો, અને અમને ખૂબ મોજ કરાવતો. પૈસાનો તેને હિસાબ ન હતો. છતાં ઊંડે ઊંડે જાણે તે બધા રંગરાગથી પર હોય એમ અમને ભાન થતું એની રીસ પણ ચડતી, અને તે ગામે મધુકર માટે એક જાતનો પક્ષપાત પણ ઉદ્ભવતો.

ત્રણ વર્ષમાં મારે અને મધુકરને વધારેમાં વધારે પરિચય થયો હતો. સટ્ટો ખેલનાર મોજ પણ ખૂબ કરી શકે છે. પૈસા હાથમાં હોય ત્યારે અમે મોજશોખમાં માથાબોળ ઊતરી શકીએ છીએ. એવા પ્રસંગે મધુકર સાવધ જણાતો અને રંગરાગથી અલિપ્ત અને ઊંચે રહેતો દેખાતો. વચમાં વચમાં તે કાંઈ ફાળા કરતો અને અજાણ્યા મંડળોમાં મોકલાવતો આવાં કારણોને લીધે તે આકર્ષક બનતો.

વળી તેની એક વિશિષ્ટતા હતી. તે ઘણી વખત મને તેના ઘર નજીક લઈ જતો. પરંતુ ત્રણ વર્ષમાં તેણે કદી મને ઘેર બોલાવ્યો ન હતો. ઘર આવતાં તે ગમે તેમ કરી અમને છૂટા મૂકી દેતો. મોજશૉખ બધો તેના ઘરની બહાર થતો. તેના ઘરનું દ્વાર પણ અમે જોયું ન હતું. આ પરિસ્થિતિ તેના ગૂઢ આકર્ષણને વધારી રહી હતી. છતાં તે દિવસે તો હું ઘર તરફ દોડ્યો, અને ઘરનું બંધ બારણું