પૃષ્ઠ:Pankaj.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંકજ : ૨૩૭
 

તેણે આગળ પ્રશ્ન કર્યો નહિ. જરા રહી તેણે કહ્યું :

'મારે તને કાંઈ કહેવાનું જ હતું. પણ તું અહીં આવ્યો શી રીતે ?'

'એ પણ સટ્ટો.'

'હું મારી બહેન, અને ગામના પટેલ સિવાય કોઈ જાણતું નથી કે હું અહીં આવું છું.'

મને આ સ્થળ બતાવનાર ગામનો પટેલ હતો એમ મેં હવે જાણ્યું. પરંતુ મધુકરની બહેન કોણ?

'હું સ્નેહલગ્નમાં માનતો છતાં મારું લગ્ન થઈ ગયું હતું તે કન્યા મારી પસંદગીની નહોતી.' મધુકરે કહ્યું.

'આપણે ત્યાં વળી સ્નેહલગ્ન શાં ? સ્નેહ જોઈએ તો ઘર બહાર જવાનું.' મેં કહ્યું.

'અને છતાં મને મારા ઘરમાં જ સ્નેહ મળ્યો. હું ભાગ્યહીન હતો એટલે મને તેની ખબર ન પડી હવે એ સ્નેહનાં સંભારણામાં હું ઝૂરું છું.'

સ્થળનું વાતાવરણ એવું હતું કે મારાથી તેની મશ્કરી થઈ શકી નહિ. અમારી જિંદગીમાં ભાવના અને અશ્રુને સ્થાન નથી. છતાં મને લાગ્યું કે મધુકર કોઈ અકથ્ય માનસિક ખેંચાણમાં વહ્યો જાય છે. તેનું જીવન જાણવાની મને પૃચ્છા થઈ.

'હું આદર્શોમાં રાચતો. પરંતુ મને લાગતું કે મારી પત્ની મારા આદર્શો ઝીલી શકે એવી નથી. તે બહુ ઠંડી હતી. તેનામાં ઉત્સાહ જ ન હોય એવો મને ભાસ થતો.'

'પત્ની કદી stimulating-ઉત્તેજક હોતી જ નથી.' મેં કહ્યું.

'એમ માનવામાં મેં મોટી ભૂલ કરી. આર્થિક સ્થિતિ કંઈક સારી હોવાથી હું દેશોદ્વારના કાર્યમાં પડ્યો હતો. ગાંધીજીની અસર વ્યાપક હતી. હું આ ગામે આશ્રમ રાખી રહ્યો. લોકોએ સારો