પૃષ્ઠ:Pankhadio.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મંહી કલાધર શીખંડી નાચતા. વળી બીજું શું હતું?

પ્રસન્નવદન તેજનિર્મળ પ્રભામંડળ શો કુંજમાં એક આશ્રમ હતો. વાત્સલ્યદીક્ષાધારિણી પુણ્યપ્રવૃત્તિમય દયાની દેવીઓ શી વ્રતવિહારિણી સંન્યાસિણીઓ મંહી રહેતી.

સંસારને આરે સુખપુરની કુંજમાં સંન્યાસિણીઓ વસતી.

એ સંન્યાસિણીઓને લોક વ્રતવિહારિણી કહેતા.

આશ્રમ પર ભગવો ઝંડો લહરતો; ને ધ્વજપટમાં કુંકુમઅક્ષરે ચીતરેલું હતું કે 'સુખ અને સાધુતા'.

એ વનને સહુ સાધુકુંજ કહેતાં. સુખપુરને સીમાડે સાધુકુંજ હતી.

સાધુકુંજ ઉપર આજ બપ્પોરનો તડકો નમતો હતો. ઘંટારવ ગુંજીને વિશમી ગયો હતો. અત્ય્હારે સાધુકુંજની દયામૂર્તિઓનો દયાના શિક્ષણનો શિક્ષણવિધિ ચાલતો હતો.

કુંજમાં બાગ હતો ને બાગમાં વેલમાંડવો હતો. બાળકોની શિક્ષણશાળા એ વેલમાંડવામાં હતી. એક દિશામાં કેટલાંક બાલબાલિકાને લેઇ સુન્દરીઓ સુન્દર ભાવે અક્ષરલેખન ને શબ્દવાંચન શીખવતી; ફૂલ ટોપી વેલના ગ્રન્થનવિધાન દાખવતી; બાલસેનાની સામન્તિની બની વ્યૂહરચનાના ખેલ ખેલવતી. બીજી દિશામાં બીમારની ઢોલણીઓ હતી, પારણાં હતાં. મૂળિયાં ઉપર નમતી વેલીઓ સમી સાધ્વીઓ ત્ય્હાં બાલકોને હસાવતી, આનન્દાવતી,

૧૪૨