પૃષ્ઠ:Pankhadio.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



સાગરની તે સારસી હતી. સાગરનાં વન એનાં ઉડવાનાં વન હતાં, સાગરતીરની દીવાદાંડી એનો માળો હતાં.

આજ હિમના વાયુ વાતા હતા.

કુંજ જેવડું આજ આભ હતું. આભને નિરખી લઈ તે ઉતરી.

દીવાદાંડીને માળેથી એ ઉતરી ને બારણામાં ઉભી. હિમ પડ્યે પુષ્પપાંખડીઓ કરમાઇ જાય એવી એની મુખપાંખડીઓ કરમાયેલી હતી.

હિમના વાયુ વાત ને હિમાંશુને ઝંખવતા.

'બાપૂને તાવ છે. દીવો પ્રગટાવવા દીવાદાંડીએ ચ્‍હડ્યા ત્ય્હાં ટાઢ ચ્‍હડી. પાંદડા જેવું શરીર કંપે છે. મૂવો પવને બેએક દિવસથી હેમાળાનો વાય છે.'

જગતનો એ છેડો હતો. વાતાવરણમાં વિજનતા હતી. એ વિજનતાની સંગાથે જાણે વાતો કરતી તે યુવતિ દીવાદાંડીની બ્‍હારીમાં બહાર આવી.

બેએક દિવસથી હેમાળો વાતો હતો, ને સાગર ઉછળતો હતો. સાગરના ઉછળાટમાં ને આરે જગતનું જવાહીર કાંઇક શોધતો એ વિજનતામાં, નવા જ્હાજ જેવો નવજોબન, એક સંન્યાસી વિચરતો હતો. સમીપ ઝુંડની

૧૫૫