પૃષ્ઠ:Pankhadio.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કઠોપનિષદમાં કથા છે કે પૂર્વે વાજશ્રવ અરુણી ઋષિના પુત્ર ઉદ્દાલક ઋષિએ સર્વમેધ યજ્ઞ આરંભ્યો હતો. ભરી ભરી કથરોટ ઠાલવે એમ ઘર ઠાલવ્યું ને પુત્ર નચિકેતાને યે યમદેવને સમર્પ્યો.

આજના ગુજરાતીઓ અને ગુજારાતણો! વીસમી સદ્દીમાં ગુજરાતે સર્વમેધ યજ્ઞ ઉજવાયા છે. જાણો છો? કથા કહું? સાંભળશો? વૈરાગ્યની રસકથા હોય ભીષ્મવર્ણાઓને કાજ.

હવેલીઓ ઠલવાતી દીઠી કે સાંભળી છે?

નિર્જન વગડે સરોવરિયું લહેરિયાં લેતું હતું. પાળે પુરાણો પુરાણો વડલો, જોગી જેવો જટાની અલકલટો લહેકાવતો, ઉભો હતોઃ જાણે વનવૃક્ષોનો વનરાજ!

ફરતી ન્હાની પણ ગાઢ ઝાડી હતી. 'ઝાડી'ના સાદા નામથી રણવગડાની એ કુંજને જગત ત્ય્હારે ઓળખતું ને આજે ઓળખે છે.

'આજે દેવશયની એકાદશીઃ આજે ચાતુર્માસ બેઠો.

૧૬૫