પૃષ્ઠ:Pankhadio.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોગીનો જોગ વખણાયો, જોગી સિદ્ધિવન્તા ગણાયા, જોગીની માનતાઓ મનાતી થઇ .

પછી તો એકદા વર્ષા વર્ષી, ને જોગી નિત્યને ગામોતરે ગયા હતા ત્ય્હાં પાછળ મેઘછાંટી ધૂણી હોલવાયા જેવી થઇ રહી. જોગી ભીંજવાઇને આવ્યા, શીત ચ્‍હડ્યાં, ચેતન ચેતવતી ધૂણી યે ધૂંધવાતા જેવી હતી. બે દિવસ જોગી માંદા રહ્યા. સાતે ગામના મુખીઓ જોવા આવ્યા. ભવિષ્યનાં ઝાપટાંઓમાંથી જાળવવા જોગીની ધૂણી ઉપર ઝૂંપડી છવાઇ.

માનવજાતે પહેલા મહેલ ન્હોતા બાંધ્યા, પર્ણકૂટીઓ બાંધી હતી.

પછી જોગીની ઝૂંપડીએ ભજનમંડળી જામવા માંડી.

પછી એકદા શિયાળો હતો ને હેમાળુ વા વાતો હતો. વ્હેલી સ્‍હવારે ઉઠી, ધૂણી સંકોરી, જોગી સરોવરે ન્હાવાને ગયા. પ્રભાતી પવન જોરથી ફૂંકાતો હતો. ધૂણીના તણખા ઉડ્યા, ન્હાનકડો દવ લાગ્યો, ઝૂંપડી સળગી ગઈ. જોગીએ આવીને જોયું તો ઝૂંપડીના દેહવશેષ સમો ભસ્મનો ઢગલો પડેલો હતો.

જોગીએ મનમાં કહ્યું: 'નવાં આપશે; ક્ય્હાં જશે?'

થોદેક દહાડે જોગીને ધૂણીને કાજે ઝૂપડીને સ્થાને પાકો ઓરડો બન્ધાયો. ને હૂનાળો બેસતાં ત્ય્હાં પરબ બેઠીને વિસામો મંડાયો. હવે તો સારો તાલુકો જોગીની પરબનાં પાણી પીતો, જોગીને વિસામે વિસામો ખાતો.

પછી ઓરડાનો બંગલો થયો; ને જોગીએ ગાયું કે

૧૬૯