પૃષ્ઠ:Pankhadio.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોગીઓ જ લૂંટાવે જોગીની મહેલાતોને.

એ જોગીએ ઝાડીની જાયગા લૂંટાવી દીધીઃ જીવનની ત્રણ ઋતુઓની પેઠે ત્રણ ત્રણ વેળા લૂંટાવી દીધી. ને કલિમાં ઉપનિષદ્‍યુગ પ્રવર્તાવ્યો.

તે દિવસે જોગીએ નિજ જોગનાં પારખાં લીધાં.

તે દિવસે જનતાએ દિગન્ત ગજાવી જાહેર કીધું કે ભારતવર્ષમાં આજે યે ઉપનિષદ્‍કાળ સજીવન છે.

સર્વમેધ યજ્ઞ એટલે લોકયજ્ઞમાં સર્વસ્વની આહૂતિ.

ખરેખર! જગત જોગીની ઝાડી જેવું છે. ઘણાખરા લૂંટે છે, વિરલાઓ લૂંટાવે છે.

૧૭૬