પૃષ્ઠ:Pankhadio.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'ત્હારૂં કુટુંબ ન્હોતું જતું ને મ્હારૂં કુટુંબ જતું હતું, માટે.'

'ખ-અ-રૂં. એટલે જ પાંચ હજાર વર્ષોનું જીર્ણશીર્ણ અમારૂં માનસશાસ્ત્ર આજે યે સાચું છે કે स्नेहमूलं चिन्ता. ત્હને ચિન્તાએ ઘેર્યો; મ્હને વિચાર આવી વિશમ્યા; માલમનું પોપચું યે ન્હોતું ફરક્યું.'

'હા સ્તો. દાક્તર દરદીને ચીરે ત્ય્હારે આંગળી યે કય્હાં ફરકે છે ?'

'દાક્તર એના પુત્રને કે પત્નીને નસ્તર મૂકે જો ! स्नेहमूलं चिन्ताનું સૂત્ર તરત સિદ્ધ કરે.'

'એટલે ત્હારે કહેવું છે શું ?'

'મ્હારે તો એટલું જ કહેવું છેકે એ છે કે ઇતિહાસના અક્ષરો, ઉકલે તો ઉકેલજો. ગ્રીક લિપિ વાંચતાં ન આવડે તો 'લખ્યું જ નથી' એમ કહેશો મા. ઇતિહાસના અક્ષરો સહુને ન ઉકલે. ત્હો યે ધરતીને પાટે ને પર્વતની છાટે એ આંકડા કોતરાઈને પડેલા છે. દેશદેશની યુગયુગની પ્રજાપ્રજાની Comparative History વાંચે એ કાળવેત્તા ઇતિહાસનો આચાર્ય. હાથી કે સિંહ યૂરોપ-અમેરિકામાં પાકતા નથી એ ઇતિહાસના અક્ષરો ભૂંસ્યા ભૂંસાશે ?'

'પયઘમ્બરોએ પણ એશિયાનો પક્ષપાત કીધો.'

'માનવજાતે ઉકેલવાના છે એ ઇતિહાસના અક્ષરો.'

૩૨