પૃષ્ઠ:Pankhadio.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'બાદશાહી ઝમાનામાં બાદશાહ સલામતનો જાપ અમીરો જપતા. તું યે ગાતો ફર God save may Queen.

'જા, જા; ગંભીર ઘડીઓમાં યે મશ્કરી ?'

'સાગરની સફર કરી છે કદ્દી ?'

'ના, આ પહેલી જ છે મ્હારી કે એમની.'

'ત્ય્હારે આ ક્ષણની ગંભીરતા સ્હમજાય છે. સાગરના અન્ધકારને ત્હારૂં સર્વસ્વ આ પહેલી જ વાર ત્હેં સોંપ્યું; એમાં આટઆટલી ચિન્તાની દીનતા શી ? '

'પણ પાછાં ધરતીઆરે-'

'એટલે ?'

'વિજળી આગબોટ ડૂબી'તી-'

' હા, ડૂબી'તી. કેટલાં વર્ષે કેટલી આગબોટો ડૂબી ? મોટરમાં રોજ રોજ મરે છે તેથી મોટરમાં બેસતો મા. મોટરોના થાય છે એથી સાગરના ઓછા અકસ્માત થાય છે.'

ત્હો ય એના વદને અન્ધકાર છવાયેલો હતો.

મ્હેં કહ્યું : 'આ ત્હારી ચિન્તા શાસ્ત્રીય છે.'

'અમારા માનસશાસ્ત્રીઓ તો કહી ગયા છે કે स्नेहमूलं चिन्ता; ચિન્તાનો જનક સ્નેહ છે.'

'વળી ત્હારું વૈદવારાનું માનસશાસ્ત્ર; પાંચ હજાર વર્ષોનું જીર્ણશીર્ણ. વર્તમાન માનસશાસ્ત્રની તોલે-'

'હવે જીભને વારીશ ? કહું ? 'બાળકોને સંભાળજે' એ ત્હેં કહ્યું ને મ્હેં કેમ ન કહ્યું ?'

૩૧