પૃષ્ઠ:Pankhadio.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એણે કહ્યું : ઓ ત્હારી ! આ તો Psychology આવી !

મ્હેં કહ્યું : ના, Psychology નહિ, આ તો Science : Nature suffers no vaaccum.

'અરે! રોજ અમારા પ્રોફેસર વેકયૂમનો પ્રયોગ કરે છે.'

'પ્રોફેસરના મસ્તકમાં વેક્યૂમ થયું હોય તો ભલે.'

'આવજો' 'સંભારજો' 'દર્શન કરજો;' મછવામાંથી ને સાગરકાંઠેથી શબ્દોની ને ભાવનાઓની લેવડદેવડ ચાલી. એણે યાત્રિકાને કહ્યું : બાળકોને સાચવજે.

અન્ધારી પડતી રાત હતી. આઠેક વાગ્યા હશે. અરબ્બી સમુદ્ર વિસ્તરીને નિસ્સીમ પડ્યો હતો. ઉપર અન્ધારચન્દરવા સમો અન્ધકારનો ચન્દરવો લટકતો. સાગરમાં ને અન્ધકારમાં મછવો અલોપ થયો.

પૂતળા જેવો એ તો પાછળ જોતો ઉભો હતો.

દરિયાનાં મોજાં આવતાં, નીચે અથડાતાં, ને ભાગી જતાં : એમની જાણે એ વાતો સાંભળતો હતો.

મ્હેં પૂછ્યું : કેમ, ચાલશું ?

એ જાગી ગયો.

'પણ આ મછવો ચાલ્યો ત્ય્હારે એક પડખે નમ્યો'તો. કિનાર લગભગ સાગરજલને અડકી'તી.'

'તો ત્હારે મછવો હંકારવા જવું'તું ને ?'

'ના, પણ હેમખેમ તો આવશે ને ?'

૩૦