પૃષ્ઠ:Pankhadio.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માનસશાસ્ત્ર વિકાસ પામશે ત્ય્હારે ઉત્તર આપશે.

'આવ્યા ? આવો, મછવો આગબોટે જવાને અધીરો થયો છે. ત્હમારી જ વાટજૂવે છે. '

'પણ અમારે કાંઇ આવવું નથી ?'

'એટલું તો મછવો પણ જાણે છે. પણ ત્હમે વળાવવાને આવવાના હતા એટલે થોભાવ્યો. '

'સારૂં કીધું. દર્શન કરતાં સંભારજો.'

મ્હેં પણ ટહુકો પૂર્યો : 'દ્વારકાધીશને બે નમણો અમારી વતી વધુ કરજો. ગોમતીસ્નાન વેળાએ પણ સંભારજો.'

એ હસ્યો, 'એટલે ત્હારૂં સ્નાન વદે-એમ ને ? એ ખાય તો ત્હરે કેમ ચાલતું નથી?-પણ, હો ! મીરાંબા ભગવાનમાં સમાયાં હતાં એમ સમાઈ મા રહેતાં ત્ય્હાં.'

'ભગવાન મ્હારા દિલમાં સમાય ત્હો યે બહુ છે. ' એમનાં ભાવિક પત્નીએ ઉત્તર દીધો. ' બોડાણો લઈ આવ્યો હતો એમ લાવીને ત્હમને સોપું કે લ્યો : તો ? '

ત્હેણે કહ્યું : ત્હમારા ભગવાને જબરા. નિત્યનિત્ય કોઈ લઈ જાય ત્હો યે ત્ય્હાંના ત્ય્હાં.

એનાં પત્નીએ કહ્યું :

'તુલસી ! પંછિનપાંખસે ખૂટે ન સાયરનીર.

અમારા ભગવાન સાગર જેવા. સારૂં જગત હૈયાની અંજલિ અંજલિ મંહીથી ભરી જાય ત્હો યે ભર્યા ભર્યા ગાજે. '

મ્હેં કહ્યું : 'હિન્દમાં બાઈઓ યે ઉપનિષદ બોલે છે ! પૂર્ણમાંથી પૂર્ણ લે, ત્હો યે અવશેષ પૂર્ણ ર્‌હે '

૨૯