પૃષ્ઠ:Pankhadio.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

‘ત્હમે પુરુષોએ જ ચ્હડાવી મારી છે સ્ત્રીઓને; ને પછી કહો છો કે માથે ચ્હડી ભાગી. સુન્દરી, સુન્દરી, સુન્દરી; કવિતા લખો તો સુન્દરી, વાર્તા માંડો તો સુન્દરી, નાટક રચો તો સુન્દરી, સીનેમાના પડદા ચીતરો તો સુન્દરી. પુરુષો ત્હમે શા એવાક ઓછા સુન્દર છો જે ?’

આજે અમારે ધામ પુરુષોના પ્રારબ્ધનો સૂર્ય ઉહ્યો હતો. પ્રાતઃકાળમાં જ આજે ગૃહદેવીજી ગૃહદેવનાં પ્રાતઃસ્તોત્ર ગાતાં હતાં.

મ્હેં કહ્યું : ‘કોઈક કુધારક કહેશે, કુધારક. બારમી સદ્દીની બોથ્થડ કહેશે. આજ તો વ્હેણમાં વહે એ શાણાં. આ ભાષણોમાં પ્રમુખપદ શોભાવવાને નોતરે છે ને ડાહ્યાંડમરાં અગ્રેસર ગણાવ છો તે મટી જશો. જગતમાંની સ્ત્રીઉદ્ધારની ચળવળનાં વિરોધી કય્હારનાં થયાં વળી ? ‘પુરુષ એટલે સ્ત્રીજાતિનો ઔરંગઝેબ: ‘જગતની મહાન સ્ત્રીઓમાં ગણાવા મથતીઓ તો એવું એવું ભાખી રહી છે. ‘

‘એમનાં તે બુદ્ધિનાં બારણાં ઉઘડ્યાં છે કે ભીડાયાં? ત્રીસમી સદ્દીનાં સ્વચ્છન્દીલાં કરતાં અમે બારમી સદ્દીનાં

૩૫