પૃષ્ઠ:Pankhadio.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બોથ્થડ સારાં. પુરુષની સ્ત્રીજાતિ માટેની ભૂખનો આ તો ગેરલાભ લેવાય છે. એ ખરૂં છે કે ત્હઅમારે અમારા વિના ઘડીકે નથી ચાલતું : ત્હામારી ભૂખ અમારા વિના નથી ભાગતી. ત્ય્હારે કહેશો: ત્હ મારા વિના અમારે કેટલુંક ચાલ્યું ? ને ત્હહમારા વિના અમારી તરશ કેટલીક છીપી ?’

‘આ તો નવાં રસકાવ્યો !- કે જ્ઞાનકાવ્યો ? આવું આવું કેમ બીજી સ્ત્રીઓ નથી બોલતી ? તું કવિતા કરે તો જગત નવદર્શન પામે હો !’

‘આ તો જગજૂનાં દર્શન છે. રામને સીતા વિના ન ચાલ્યું તે લંકા બાળી; ને સીતાજીને રામ વિના ન ચાલ્યું તે ધરતીમાં સમાયાં. એમ રચાઈ રામાયણ. પણ આજનાં જગતમાં રામસીતા કેટકેટલાંક ?’

‘અમેરિકામાં જા-અમેરિકામાં. ભાષણમાળા ગોઠવાવી આપું-આવું આવું બધાંને બોલતાં શીખવે તો.’

‘કંઈક કહ્યું કે ત્હ મે તો હસવાના. અમેરિકા કય્હાં હવે આઘું છે અંહીથી ? બેન્ડ સ્ટેન્ડ ઉપર કેટલું યે અમેરિકા હિન્દમાં ઉતર્યું છે સ્તો. હિન્દવાણ અમેરિકણો કેટકેટલી યે જોઉં છું. સ્રીજાત સાચું બોલતાં શીખશે, અન્તરના પડદા ઉઘાડી આત્માના અભિલાષ સાચે શબ્દે ઉચ્ચરશે, ત્ય્હારે જગત જાણશે કે પુરુષને સુન્દરીની સુન્દરતાના કોડ છે એથી ચાર ગણા સુન્દરીને પુરુષના પુરુષાતનના કોડ છે.’

૩૬