પૃષ્ઠ:Pankhadio.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગોવાળને મથુરાની કામનગારીનાં કામણે વશીકરણ કીધાં.’

નરઘાંની જોડી બોલે એવી અમારી વાત આજ ધડબડતી.

‘ત્હાજરી આટઆટલી દલીલો પછી યે ભાખું છું કે સુન્દરી એટલે વીજળીની વેલ. તું યે અત્ય્હારે વીજળીની વેલ છે.’

‘અજવાળે ય તે ને દઝાડે ય તે: એમને ?’

‘મહાભારત પૂરૂં થઈ રહ્યે ધૃતરાષ્ટ્રે ભીમની લોહમૂર્તિને ભુજમાં ભીડી ભચડી નાંખી’તી. આપણું આ વાક્મહહાભારત પૂરૂં થયે એમ ત્‍હારી દેહમૂર્તિને ભીડી ભચડી નાખીશ હો ! આજ આડા અર્થ ઉકેલે છે તું. ફરીથી કહું છું: સુન્દરી એટલે વીજળીની વેલ. ને શ્રી કૃષ્ણજીને રાધિકાજી તેમ મ્હારે તું.’

‘એમ કંઈ ને કંઈ બીક બતાવીને જ રોજ ને રોજ જીતો છો. આજ ‘હા’ નહિ ભણું. પણ ત્હોલ યે-ને કાળા ત્હોે યે ત્હ મે મ્હારા કૃષ્ણજી. ત્હલમારી બંસીને વશ ભવના વ્રજમાં હું તો ભમતી હીંડું. શો ભવ્ય હતો એ ન્હાનકડો કાનૂડો ?’

‘હવે સાચું બોલી: સુન્દરી એટલે સુન્દરતા ને પુરુષ એટલે ભવ્યતા.’

‘ત્ય્હારે તો ત્હામારો જ નિત્યનો બોલ સાચો-એમ ને ? સુન્દરી એટલે વીજળીની વેલ ને પુરુષ એટલે પુરુષાતનનો મેહુલો.’

૪૧