પૃષ્ઠ:Pankhadio.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માનતો, ને એને મિત્રમંડળમાં ફરી ફરી કહેવામાં પ્રમોદ પુનરૂક્તિદોષ નહોતો સ્‍હમજતો.

પખવાડિયે એકાદ વાર પ્રમોદ વ્હાઈટવેમાં જતો; સસ્તી શોભાળી નવીન વસ્તુઓ ખરીદી લાવતો; કોઈક પ્રોફેસરોને આપતો ને કોઈક સ્ત્રીમિત્રોને આપતો.

એ લગ્નને ધિક્કારતો ને મૈત્રીને માનતો.

ટેનિસ કોર્ટ ઉપર આજ સ્ત્રીવિદ્યાર્થિણીઓની ટુર્નામેન્ટ હતી એટલે ભીડ ઝાઝી હતી. અમે બે મિત્રો ભીડમાં ગયા નહોતા, પણ આઘેથી ભીડને જોતા હતા ને કોલેજના કલાકારની વાતોમાં લીન હતા; કારણે કે કલા અને સૌન્દર્ય આજ કોલેજના વાતાવરણમાં ઉછળતાં ગટાપર્ચાના બોલ ને મોરપીંછ જેવાં સર્વવ્યાપી છે ને ?

એવે ટેનિસ કોર્ટ ઉપરથી ગર્જના સંભળાઈ: હુર્‍રે; હિપ હિપ હુર્‍રે.

વિદ્યાર્થીઓનું ટોળું વિખરાયું: જાણે યુદ્ધમાં કો કિલ્લો પડ્યો ને પથરા વિખેરાયા. ને દુર્ગમાંથી દુર્ગપાલ આવે એવો પ્રમોદ આવતો હતો.

અમને દીઠા ને તે ઉભો.

‘ફાઈવ-લવ કરીને થાકી જવાયું, એટલે પહેલા સેટમાં આપણી કોલેજ હારી. પરસેવાનાં ટીપાં તો જાણે મોતીનાં ઝૂમખાં ! પણ બીજા સેટમાં-બીજા સેટમાં એવો સંગ્રામ જામ્યો’તો ! Greek Girls at Game

૫૩