પૃષ્ઠ:Pankhadio.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

of Balls નામનું આલ્મા ટેડીમાનું ચિત્ર તો જોયું છે ને ? ફટાફટ, ફટાફટ-એમ ફાઈવ ઓલ થયા. પછી એઈટ ઓલ અને ડ્યૂસ. છૂટી ઉડતી અલકલટો તો જાણે ઉડતી પાંખિણીઓની કલગીઓ ! પછી બે પોઈન્ટે ત્‍હમારી કોલેજ જીતી ગઈ. મ્હારે તો પરણવું નથી. પણ એક ડઝન જણાઓએ ‘પરણવું તો આને જ પરણવું’ એવા માનસનિર્ધાર આજ કરી લીધા છે.’

‘ત્‍હમારા બ્રહ્મચર્યનાં વ્રતને માટે ત્‍હમને ધન્યવાદ ઘટે છે. એ વિરલ વ્રત વિરલા જ પાર ઉતારે. ભીષ્મ તો કુરૂક્ષેત્રમાં એક જ હતા.’

અનિમિષ આંખે પ્રમોદ મ્હારા સ્‍હામું જોઈ રહ્યો હતો; જાણે દૃષ્ટિની કટારે મ્હારૂં દિલ ઉઘાડીને એ જોવા માગતો હોય ને કે મ્હારી તે વ્યાજસ્તુતિ હતી કે સાચો ધન્યવાદ ? બન્ધૂકમાં ગોળી ભરે એમ અન્તરમાં ઉત્તરને પણ એ ભરતો હતો.

‘જૂવો, મિસ્તર ! લગ્નમાં હું માનતો નથી, મૈત્રીમાં હું માનું છું. કલાકારે પરણવું ન જોઈએ એ મ્હારૂં કલાસૂત્ર છે. કલાકાર કોને પરણે ? પરણીને શું આંખ મીંચી દે ? એ તો આજ જૂવે એને કાલ ભૂલે, ને કાલ જૂવે એને પરમે ભૂલે. જીંદગીભર પરણવું નહિ એવા મ્હેં સોગન્દ ખાધા છે.’

‘જો, હું કહેતો ન્હોતો : આજીવન બ્રહ્મચર્ય.’ મ્હારા મિત્રને કહ્યું.

૫૪