પૃષ્ઠ:Pankhadio.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

`એ શું ભરડો છો ? ભાઈ ! સંસારમાં યે કુંવારો સુખિયો છે કે ઘેરઘેરથી ઈજન મળે જમવાનાં ને ગમ્મતનાં.’ પ્રમોદ બોલ્યો.

‘ખરૂં; ત્‍હમારા કોલેજના અનુભવોનો એ સાર લાગે છે.’ મિત્રે કહ્યું.

‘કોલેજમો મ્હોટામાં મ્હોટો મ્હારો અનુભવ તો એ છે કે આજ છે સૌન્દર્યનાં રાજ્ય : એટલે આપણે પરણવું નહિ. પત્નીના પુરૂષમિત્રને સહી લેવાની શહનશીલતા જેનામાં હોય ત્‍હેમણે જ અમારી કેટલીક સહાધ્યાયિનીઓમાંથી કોઈકને પરણવી.’

‘ત્‍હમારૂં બ્રહ્મચર્ય અખંડ તપો.’

‘મિસ્તર ! આશીર્વાદ દ્યો છો કે ગાળ ? એ શી લવરી-પેલા ન્હાનાલાલે ચીતરી માર્યુ છે એવી ? હું જો સિન્ડીકેટમાં હોઉં તો જયા-જયન્ત બી.એ. માં ભણાવાય શેનું ? પ્રીવિયસની કાયમની ટેક્ષ્ટ બૂક હોય પૃથ્વીવલ્લભ. પૃથ્વીવલ્લભ ક્ય્હાં પરણતો’તો ? આપણે તો વ્રત લીધું છે કે જીંદગીભર પરણવું નહિ. બાકી પુરૂષ વિના સ્ત્રીને કે સ્ત્રી વિના પુરૂષને કિયાં જમાનામાં ચાલ્યું છે કે વીસમી સદીમાં ચાલે ? એ ખરૂં કે કલાધીશની કલાને શૉક ન હોય.’

મ્હારા મિત્રની કોલેજ આજની ટુર્નામેન્ટ જીતી હતી એટલે એ તો આનન્દહિન્ડોળે ચ્‍હડ્યો હતો. એની દૃષ્ટિ ભમરડીચક્કરડી ખાતી હતી.

પ્રમોદ ગયો, પણ મ્હને મૂંઝવણમાં મૂકતો ગયો. એનું

૫૫