પૃષ્ઠ:Pankhadio.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખીણોમાં ઢળી જતો. આભના બન્ને યે છેડાને પરોવતો જાણે તે દોરો હતો.

વગડાના વટેમાર્ગુઓની એ વાટ હતી. જગતના જાત્રાળુઓ એ માર્ગે જતાઆવતા. અનન્તમાંથી ઉતરી એ મારગ અનન્તમાં ઢોળાતો.

મીઠી કૂઈ કને ગામની ધર્મશાળા હતી. પણ ધર્મશાળામાં તો અપંગો જ પડ્યા રહેતા.

એકદા મીઠી કૂઈને કાંઠડે એ હૈયું હારી બેઠી.

સ્હવારનો પહેલો પ્રહર ઉતર્યો હતો, ને બીજો પ્રહર બેસતો હતો.

રોજ તો સહિયરસાથમાં મીઠી કૂઈએ સ્‍હાંજે સ્‍હાંજે તે પાણી જતી. આજ મહીનાં ગોરસ બેવડાયાં હતાં એટલે વ્હલોણામાં ગોળી ઠાલવી, ને ગોરસીઓ ભરી, ને માખણ તાવ્યાં : તેથી પાણિયારે પાણી સ્હવારે ભરવાનાં આવ્યાં. સહિયરો રસોડામાં હતી એટલે એ એકાકી પાણી સંચરી.

સ્હવાર હસતું હતું ને એ યે હસતી હતી. મદને ઝોલે ચ્‍હડેલી તે પ્રમદા ઝોલાં ખાતી જતી હતી.

સૂર્યનો તડકો હજી કુમળો હતો, છતાં ઉષ્માની ઝાળના પહેલા ફણગા એમાંથી ફૂટતા હતા.

મીઠી કૂઈને પગથિયે ઝોલાં ખાતી ખાતી તે ચ્‍હડી : જાણે કો રાજવીની રાજધેનુ.

ગાળામાં ઘડો પરોવી જળમાં સીંચ્યો. મીઠી કૂઈનાં જળ છાછરછલ્લાં હતાં. પછી જળદોરના વ્હામ ઉછાળતી

૬૧