પૃષ્ઠ:Pankhadio.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તારલા કંઈ તારલાને તેજમટકે મટમટે;

તો આત્મ કાં નવ સૂક્ષ્મ તત્ત્વથી આત્મના અનુકમ્પ દે ? ટેનીસન

ઉંડા વનમાં એક નદી હતી ને નદી ઉપર કાળી ભમ્મર છાયા ડોલતી. નદીનાં પાણી, મૃત્યુજલ જેવાં, એ છાયા કરતાં યે કાળાં હતાં.

એ છાયા એક શામળા વૃક્ષની હતી. એ વૃક્ષ ફરતું ઘેરી લીલાશનું ઘુમ્મટ‌આચ્છાદન હતું. એમાંનાં પુષ્પ ને પાંદડાંઓમાં કંઈ વિરલ સન્ધિકા રમતી.

વૃક્ષ નીચે એક વીણા હતી. વીણા ઉપર વિશાળ ડાળીઓના ફણગા ઢળેલા હતા, અને આકાશના નીલા ઘેર જેવો ઘુમ્મટ રચતા. એ વીણા કઈ ડાળીએથી લટકતી તે કોઈ કહી શકતું નહિ. પણ ઉંચા સોનેરી ઘાસનાં શ્વેત ન્હાનકડાં ફૂલોમાં તે હિંડોળા ખાતી. આભના થંભ જે શોધી કહાડતાં ત્હેમને તે વીના ખીંટી જડતી.

કેટલીક વેળા વીણા નદી પર થઈ સરસરતા વાયુબાલના ગીતના પ્રતિરવ ગુંજતી, અને આખું વન એ ધ્રુવસંગીતથી

૬૭