પૃષ્ઠ:Pankhadio.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ વાવાઝોડું થાય, ને વાંદરાં કૂદે, ને ડાળો ભાંગે ને પરબના ગોળા ફૂટે: એમ વ્હેપારનું એક વાવાઝોડું વાયું, ને એ આંધીમાં એ ધર્મપ્રતિષ્ઠાવાળો વડલો ઉખડી પડ્યો. પરબનાં પાણી ઢોળાઈ ગયાં, વ્હેપારની વડવાઈઓ સંકેલી લેવી પડી. હવેલીમાંનાં ભર્યાં ટાંકાં ઉલેચતાં યે લ્હેણિયાતોનાં ટોળે ટોળાં ધર્મદ્વારેથી ખૂટ્યાં નહિ.

કોઈને યે ધર્મદ્વારેથી-આ ભવના કે પરભવનાં લ્હેણિયાતોની જમાત કદ્દી ખૂટી છે ? અધર્મદ્વારે એક પણ લ્હેણિયાતને ઉભેલો કદ્દી યે દીઠો છે ?

ને વારાણસીના તો એ નિત્ય અનુભવ છે. ' ધર્મનિષ્ઠની કસોટી' એ તો જાણે આ જગત્ નગરીના જેવો એ ધર્મનગરીનો મુદ્રાલેખ છે.

એને યે સાસરવાસેથી ધનની વીજળીના દીવાના ઝળકાટ કાળબળે સહસા હોલવાઈ ગયા.

સુખની વસન્ત શમણું થઈ ગઈ, ને પછી વિતકની વર્ષા બેઠી.

મહંકાળેશ્વરની તપસ્વિની

તે સુખ કાજે ન્હોતી જન્મી, સેવા કાજે જન્મી હતી.

સુખના પાઠ સોહેલા છે, દુઃખના પાઠ દોહેલા છે; ને એ બન્ને ય પાઠ સહુ જગતવાસીએ શીખવાના છે.

બાળપણમાં માબાપની સેવા કીધી; કૌમારમાં બ્‍હેનબ્‍હનેવીની

૧૧૪