પૃષ્ઠ:Pankhadio.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતો, ને ત્‍હેને ક્ષય થયો હતો. માળવાનાં સુક્કાં હવાપાણીમાં, અફીણ ને કપાસનાં ખેતરો વચ્ચે, દાક્તરી સલાહથી તેઓ આવી વસ્યાં હતાં.

એ રાંધતી, તે જમતો; એ પાણી ભરી લાવતી, તે પીતો; એ પ્રભુને વિનવતી, તે સૂર પૂરતો.

સીતા ને રામ જેવાં તે એકાન્તવાસી હતાં; એમની પંચવટીના એકાન્તવાસમાં લક્ષ્મણજીનો યે સહયોગ ન હતો.

આથમ્યા બપ્પોર રાત્રિ પડ્યા વિના કદી યે પાછા પ્રભાત થઈ ઉગ્યા છે ?

એમનું યે જીવનબેડલું ફૂટ્યું તે પાછું સ્વર્ગમાં સન્ધાયું.

શિપ્રાના ઘાટશિકરો એમની કરમાયેલી કુંપળોને ફરીથી ખિલાવી શક્યા નહિ, કે મહંકાળેશ્વરની ધૂપઆરતીઓ એમના આથમ્યા પરિમલને પાછી પમરાવી શકી નહિ.

એ મોગરો ને મોગરાની વેલ તો સદા કરમાઈને પડ્યાં.

માળવાના રણમાં માસેક માંડ વીત્યો હશે. યૌવનમાં બહુધા બને છે એમ એ ક્ષયે (Galloping consumption) અતિતીવ્ર ક્ષયનું રૂપ લીધું; ને શું થયું ? કે શું થાય છે ?-સહુ એ ચિન્તવે કે સહુને સ્‍હમજાય એ પહેલાં તો એની આયુષ્યસેર તૂટી ગઈ.

એક દિવસે માળવાના રણપગથાર વચ્ચે યુવતિની હૈયાશય્યા સમી ચિતા ખડકાઈ, ઉપર પિયુજી ચ્‍હડ્યા. પછી અગ્નિની ઝાળ એને ઘેરી વળી. સોળ વર્ષની સૌન્દર્યમૂર્તિ

૧૧૬