પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પરી અને રાજકુમાર સૂચન વનના ત્રણ કાર્ડ: બાલ, યૌવન અને ઉત્તર બાલકાર્ડની કલ્પનામાં તરંગ; યૌવનકાષ્ઠની કલ્પનામાં પ્રેમ અને શૌર્ય ઉત્તરકાર્ડની કલ્પનામાં ગતકાલની અતૃપ્તિ-અશાંતિ, નિર્વેદ અને જીવન પાર જવાનું કુતૂહલ. એ ત્રણેમાં મૃત્યુને ચમ- કાવતે ઝબકારે એક અગર બીજા રૂપમાં વારંવાર પ્રત્યક્ષ થાય છે જ. જીવનના ત્રણ કાર્ડીને ઊંક અંશે પ્રત્યક્ષ કરાવવા આ નાટિકામાં પ્રયત્ન કર્યો છે. તે એક Vision–સ્વપ્નદશ્ય કહી શકાય. મુખ્ય પાત્રો કુમાર કુમારીની બાલ્યાવસ્થાથી ઉત્તરાવસ્થા સુધીના પ્રસંગ- ચિત્રો દોરાયાં છે. તેને અનુરૂપ પાત્રોજના ભજવતી વખતે રાખવી પડશે એ કહેવાની જરૂર નથી. પુછે અને વૃક્ષ, ગિરિરાજ અને સિંહ, એ પાત્રોનાં સૂચક માનવપાત્ર રચવાનાં છે એટલે સૂચક પરિધાનોથી ચાલી શકશે. ચેડાં વર્ષો પહેલાં આ નાટિકા એક સ્થળે ભજવાઈ હતી. તે ભજવવા ગ્ય છે કે કેમ, તે મારાથી કહી શકાય નહિ–જો કે ઉદેશ તે તે જ છે. પ્રત્યેક કારડની શરૂઆત થતાં પહેલાં પ્રત્યેક જીવનકથાને અનુસરતાં નૃત્ય, ગર અને ભજન ક્યાં છે.