પૃષ્ઠ:Parkamma.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
પરકમ્મા :
 



આવવા અમીરને મોકલ્યા, ત્યારે સાચો વીર કેવો પ્રસિદ્ધિનો કાયર ને શરમાળ હોય છે તે દૃષ્ટિ દાદાભાઈમાંથી જ મને ભીમાની વાર્તામાં મળી છે. અને ગામ પછી ગામને ચૉરે વીરનો લોકપરિચય કરાવતા કરાવતા ભીમાને ભાવનગર લઈ ગયા, ત્યાં કચારીમાં—

મહારાજ ગાદી પાસેથી બેઠા થઇ ગયા. ચારે પલા ઝાટકીને મહારાજ ઊભા થઈ ગયા.

અઢારસે પાદરના ધણી આઠ કદમ સામા આવ્યા.

ભીમાએ પગે હાથ નાખતી વખતે મહારાજે બાવડું પકડી લીધું.

મહારાજ જોઇ રહ્યા. અમીરને કહે — ‘મેરૂ ! ચાર સાંતીની જમીન, બે વાડીના કોસ, રાજની ગાદીએ દીવો રહે ત્યાં લગી ખાય. લેખ કરી આપો.’

લાવો પેરામણી.

ઘોડી લાટંલાટાં તૈયાર કરી.

‘ભીમા ગરણીઆ : વૃદ્ધ અવસ્થા છે, નોકરી કાંઈ નહિ, ખાવપીવો.’

આવા શિલ્પીઓને–આ દાદાભાઈ ઠક્કરને હું ફરીવાર કેમ ન મળ્યો, તેમને વધુ પિછાન્યા વગર કેમ આ દુનિયામાંથી જવા દીધા, એ વિચારે પસ્તાઉં છું ને જે ગુમાવ્યું તેનો શોચ કરું છું.