પૃષ્ઠ:Parkamma.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
પરકમ્મા :
 

 ‘લાવ બે માલપુડા !’ ‘જાવ ગીગલો દેશે.’ ગીગો ક્યાંથી દ્યે ? ખાખીઓએ ગીગા ભક્તને માર માર્યો. દેવો કહે કે ‘જા અહીંથી.’ ‘ક્યાં જાઉં ?’ ‘જા સાવઝના મોંમાં.’ — એટલે કે સિંહભરપુર ગીરના પહાડોમાં. ધેનુઓ હાંકીને સંત ગીગો સતાધાર એમ હડધૂત થઈને આવ્યા. સંત-કુળોની વારસામોહિત સ્વાર્થપરતાની એ કાળી કથા છે. માટે જ પરબના દેવીદાસે જરજમીનનાં અર્પણનો અસ્વીકાર કરી કેવળ આકાશવૃત્તિનું જ કરડું વ્રત લીધું’તું ને !

‘મારી એબ જોઇ !’

રતો, મેપો, જાદરો, દાનો ને ગીગો, એ હતા વાણીવિહોણા સંતો. સેવા તેમની મુંગી હતી. સૌપહેલી સંત-વાણી મારે કાને કોળી સંત રામૈયાની પડી, જાંબુડી ગામનો આ મોટો શિકારી કોળી, નામે રામ ઘાંઘા. પશુઓના સંહાર સિવાય અન્ય કોઈ ઉદ્યમ નહિ. એને મળ્યા સંત રૂખડિયા વેલો બાવો. એ પણ કોળી. એની ભાળ પણ મારા ચારણમિત્ર ગગુભાઈ પાસેથી મળી. મેં પૂછ્યું હતું, કે અમે એક ગરબો ગાઇએ છીએ—

‘રૂખડ બાવા તું હળવો હળવો હાલ્ય જો,
‘ગરવાને માથે રે રૂખડિયા ઝળુંબિયો

એ રૂખડ બાવો કોણ, જાણો છો ?

એ કહે કે એ તો વેલો બાવો—

‘વેલા બાવા તું હળવો હળવો હાલ્ય જો,
‘ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.’

‘એ તો કણબી કોળીઓનું પ્રિય ગીત છે. આજ ગિરનારની તળેટીમાં વેલાવડ છે, એ એના દાતણની ચીરથી રોપેલો. અને એ તો ‘ભૈરવનો રમનારો, ગુરુ મારો ભૈરવને રમનારો’ કહેવાય છે. ભૈરવજપની ભયંકર ટૂંક પર એનાં બેસણાં હતાં. સેંજળીઆ શાખના કણબીઓ વેલાને માને છે. કારણ કે મુળ જુવાનીમાં વેલો એક