પૃષ્ઠ:Parkamma.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ ત્રીજું
૧૫૧
 


તો પારાવાર ભર્યો છે. પુરુષ ભજનિકો મોટે ભાગે મળે છે. તે બધાંની અંદર એક ભાત પડે છે સ્ત્રી ભજનકારોની, લોયણ નામની ‘શેલણ-શીની ચેલી’ પોતાના પર વિષયાસક્ત બનેલ ધૂર્ત રાજવી લાખાને ગાળી નાખે છે તેની દાર્શનિક-વાણી પચાસેક પદોમાં પડી છે. તેના જેવી, પણ વિશેષ નિરાળી ને નવલી ભાત તો ગંગા સતીનાં, પોતાની પુત્રવધૂ ચેલી પાનબાઈને પ્રબોધતાં સંખ્યાબંધ પદો પાડી રહ્યાં છે. એ થોડાંક ભજનોમાંથી અક્કેક ટૂંક આપું છું—

મેરૂ રે ડગે ને જેનાં મન નો ડગે રે પાનબાઈ,
મરને ભાંગી રે પડે ભરમાંડ રે
વિપત પડે વણસે નહિ રે એ તો
હરિજનનાં પરમાણ રે-મેરૂ રે ડગે○

શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ
જેનાં બદલે નહિ વ્રતમાન રે;
ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળી રે
જેને મા’રાજ થયેલા મે’રબાન રે-શીલવંત○

લાગ્યા ભાગ્યાની જ્યાં લગી ભે રહે મનમાં પાનબાઈ,
ત્યાં લગી ભગતિ નહિ થાય,
શરીર પડે વાકો ધડ તો લડે રે પાનબાઈ.
સોઇ મરજીવા કહેવાય રે.

મનને સ્થિર કરીને આવો રે મેદાનમાં પાનબાઈ,
તો તો મટાડું સરવે ક્લેશ,
હરિનો દેશ તમને દેખાડું રે પાનબાઈ,
જ્યાં નહિ રે વરણ ને વેશ રે.

રમીએં તો રંગમાં રમીએં રૂપાનબાઈ,
મેલી દૈ આ લોકની મરજાદ,
હ રિ ના દે શ માં ત્રિ ગુ ણ ન વ મ ળે.
નો હોય ત્યાં વાદને વિવાદ રે.