પૃષ્ઠ:Parkamma.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ ત્રીજું
૧૫૯
 


દિવસમાં આંહીં દરિયાકાંઠે ફિરંગીઓના ધાડાં ફરી વળ્યાં, મુલક સર કરી લીધો.

મેં પૂછ્યું, ‘એ જોડાવાળી વાતનો મર્મ શું ?’

‘મર્મ એટલો જ બાપુ, કે એણે લોકોનું દૈવત પારખી લીધું. એણે જોયું કે જે લોકો આવી કરામતથી પણ ડરી જઈ, પાંચ વર્ષ સુધી એ પગરખાને અડક્યા પણ નહિ, તે લોકો નીર્વીર્યતાને છેક છેલ્લે પાટલે બેસી ગયા હોવા જોઈએ, માટે હવે અહીં ફિરંગી ફોજ ઉતારવામાં વાંધો નથી.’

એ આપણી દૈવતવિહોણી દશાનું આ સ્મારક છે. અહીં ફિરંગીઓએ પાકો ઓટો બનાવીને આપણા કપાળમાં કાળી ટીલી તરીકે ચોડી ગયા.