પૃષ્ઠ:Parkamma.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરકમ્મા :
 

 પ્રવેશ પછી પ્રવેશને આવાં ભાવવ્યંજક સુભાષિતોએ સજાવીને વાર્તા માંડવાની કલા હું યે તે કાળમાં કેળવતો. ગુજરાતે એ વાતો ઉમંગભેર સાંભળી અને ઝીલી છે.


વાર્તા ગુમાવી

પાનું ફરે છે – શાહીના અક્ષરો તો ક્યારના અદૃશ્ય બન્યા છે, પોણોસો રૂપિયાનો પગારદાર ઇન્ડીપેન ક્યાંથી વસાવી શક્યો હોય ! પેનસિલના માખ–ટાંગા જેવા અક્ષરમાં ટાંચણ ચાલ્યું છે—

‘ભોકો વાળો

‘લીળના લાડા જેવા દીકરા

‘વિચિત્ર મુલક, વાળાઓનો પડઘો જબર

‘રૂપાણી શેઠ

‘નાગા બાવાની જમાત. બૂકમાર બંદૂક, શરણાઇના છાડા જેવી નાળી. કાંડા જેવી નાળ્ય : કાં જામગરી કાં ચકમકથી ફૂટે. ગોળીને બદલે લોઢાનો ખેરીચો ભરાય ખોબે ભરીને.’

‘બંદુક-દેશી. સીસકાન–અરબી. વિલાતી. મકરાણની બૂકમાર.

‘જંજાળ–બહુ લાંબી, લાકડાની ઘોડી ઉપર મંડાય.

‘ખેરીચો, દોકડા, ઢબુ વગેરે ભરાય.’

સમજો છો કાંઈ ? ટાંચણ કપાઈ જાય છે. આગળ કોઈ મુદ્દો નથી. તમને વાંચકોને લાગશે અગડં બગડં. પણ મને લાગે છે કે એક સારી વાર્તાને હું હારી બેઠો. ભોકો વાળો, લીળના લાડા જેવા દીકરા, રૂપાણી શેઠ, નાગડા બાવા, અને બૂકમાર બંદૂક : નથી લાગતું કે આટલાં પાત્રો કોઈ પણ એકાદ કથાના આલેખન માટે પૂરતાં હશે ? કોણે કરાવી આ નોંધ ? યાદ નથી. મેં વારતા ગુમાવી અને તમને તુંબડીમાં કાંકરા.

સરસ્વતીનું ચારણ–સ્તવન

પાનું ફરે છે. સ્તુતિ આવે છે. સરસ્વતીનું ચારણી ઉદ્‌બોધન :