પૃષ્ઠ:Parkamma.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
 



'

‘ચિંતા બિઘન બિનાસિની
‘કમલાસની શકત્ત !
વીસહથી હંસવાહની
‘માતા દેહુ સમત્ત !

‘વંદું આદ્ય અનાદ્ય તુંહિ ભવાની.
‘તુંહિ જોગમાયા, તુંહિ બાગબાની !
‘તુંહિ ધરની આકાશ વિભુ પસારે,
‘તુંહિ મોહમાયા વિષે સૂલ ધારે.

‘તુંહિ ચાર વેદં, ખટં શાસ્ત્ર બાની,
‘તુંહિ જ્ઞાન વિજ્ઞાન મેં સર્વ જાની.

‘તુંહિ રાગ રાગાન ભેદે પુરાની
‘તુંહિ જંત્રમે મંત્રમેં સર્વ જાની

ને પાછલે પાને વેરાયાં છે, હાડપિંજરનાં વેરવિખેર અસ્થિ જેવાં, કેટલાક દુહાનાં ત્રૂટક ચરણો. એક ચરણ આ રહ્યું —

‘અંતર જી તાંત્યું કરું.’

બાકીનાં ત્રણ ચરણો કયાં ? આંતરડાંનાં તંતુઓ કરીને વાદ્ય બજાવવાનું કોની વલ્લભાએ મન કર્યું હશે ? કયા તીવ્ર ઊર્મિસંવેદનનો પ્રસંગ હશે ?

‘હીરના આંટલા જેવા હાથ’

કોના ? કઈ સુંદરીના ?

પૂછો સ્ત્રીને

ટાંચણમાંથી જવાબ જડતો નથી. અને આ વળી કઈ વિજોગણની હૃદય–વસમાણ દાખવતું ખંડિત ચારણ ત્રોટક પદ ?

રણમેં લરનો
ગિરિસેં વિરનો
અસિધાર પે સેન સદા કરનો