પૃષ્ઠ:Parkamma.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૧૧
 




વાર્તાનાં અસ્થિ

વળી પાછાં દુહા–ચરણો :—

‘ચંદણ પડ્યું ચોકમાં
ઈંધણ મૂલ વેચાય.’

***

‘ધોબી વસ કર ક્યા કરે
ડીગંબરને ગામ !’

આ તે કઈ કઠેકાણે પડી ગયેલ વ્યક્તિનો ઉલ્લેખ હશે ? વારતા ગુમાવી લાગે છે. પાછાં ખંડિત ચરણો–

‘મોતી થઈ ગ્યાં ઝેર.’

***

‘મોતી મીઠાંનાં ગાંગડા,
‘નરસાં લાગે નીર;
‘મનહર કોઈ મળે નહિ.
‘સાંસો પડ્યો શરીર.’

જવા દો. પણ આ વળી શું ?


‘પાડાની જીભ જેવી કટાર.’

કટારીને ઉપમા કેવી ફક્કડ આપી ! પણ એ કટાર ધારણ કરનારા પાત્રનો પતો જડતો નથી. તુરત નીચે—

‘પીંજરાના ધોકા જેવા હોઠ-એવાં ભીલડાં.’

એની નીચે વળી આ વિનોદોક્તિ—

‘ઈસલો માળી
‘એને નૈ ગરિયો નૈ જાળી.

‘મામદ વોરો
‘એને નૈ સો નૈ દોરો.