પૃષ્ઠ:Parkamma.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ ત્રીજું
૨૦૯
 



જવાબમાં ચારણે ગળામાં બરછી પરોવી. પછી પેટ તરવાર નાખી. દેહ પાડી નાખ્યો.

એ ખાંભી સ્વ. પીંગળશી પાતાભાઈની.

પૂંછ ન મેલાય

જૂના સાવર ગામના ખુમાણ દરબારને ઘેર બગસરાનો દેશો વાળો બરોબર બપોરે મહેમાન થયો છે. રોટલા ખાય છે. દરબારને દૂધની ટેવ છે. પણ બપોરવેળાએ દૂધ ક્યાંથી હોય ?

દેસોવાળો કહે છે : ‘આ ભેસું બેઠી. દોઈ લ્યોને !’

‘બાપુ ! કટાણે કાંઈ ભેસું મળે?’

‘તો પૂંછ મેલીને દોઈ લ્યો.’

‘પૂંછ મેલીને’ એટલે કે ભેંસના પૂછડાનો છેડો ભેંસના યોનિભાગમાં મૂકીને. ભેંસને દૂધનો પ્રાસવો મુકાવવાની એ એક જુક્તિ છે.

ખુમાણોએ ખેદ દર્શાવ્યોઃ ‘બાપ ! કાઠીનો દીકરો, હિંદુનો દીકરો પૂછ મેલીને દોયેલું દૂધ ખાય?’

‘દોઈ લ્યો આપણા જણમાંથી કોક.’ એવી સૂચના દેસાવાળાએ પોતાના જોરના મદમાં પોતાનાં માણસોને આપી, એટલે ઠંડે કલેજે ખુમાણોએ સંભળાવ્યું: ‘ન દેવાય.’

‘કેમ ?’

‘કાંડા હેઠાં પડે !’

‘ઠીક તો જોજો, જૂના સાવરમાં હરણાં બેસારીશ.’

‘હરણાં બેસારીશ’ એટલે ઉજ્જડ વેરાન બનાવીશ.

‘ખુશીથી.’

‘દેસાનું તો દાટણ' એવું મુલકમાં ઓછું દેવાતું. એટલે કે દેસો