પૃષ્ઠ:Parkamma.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 : ટાંચણનાં પાનાં
૨૯
 

કાઠા ઘઉંનો લોટ તે ચાળણીએ ચાળિયેં
તેમાં દૂધ સાકર લૈ લાડવા વળાવિયેં.


કરવી લડાઈ ને પાડવો કોટ,
ચૂડ કે’ સજણ એવાં કીજિયેં જેના તંબોળવરણા હોઠ.

અને સ્વજન કેવાં ન કરવાં ?–

બે બે બોલાં સજણાં નવ કીજિયેં જેનો સો ઠેકાણે હોય સાસ,
ખૂટલ સજણાંને કાંઉ ખવરાવિયેં, જેના પંડમાં પીતળનો પાસ.


પંડમાં પીતળનો પાસ
તે સોનીએ જૈ મુલાવિયેં
ભારણ હૈયે ને હળવાં થાયેં


***


ચુડ કે’ બેબેબોલાં સાજણાં નવ કીજિયેં
જેના સો સો ઠેકાણે હોય સાસ

‘બેબેબોલાં સજણાં, જેનો સો સો ઠેકાણે શ્વાસ’ – અનિશ્ચલ, ચંચળ, બેવફા, એકને છેતરી અનેક સાથે પ્રીતિ કરનાર, એવાં પ્રેમિકાને માટે તો આ લોકવાણીના પ્રયોગ–‘જેના સો સો ઠેકાણે શ્વાસ’ – તમને તાકતદાર નથી દેખાતો ? આપણી ભાષાને ચોટદાર બનાવતો નથી દેખાતો ? અરે હજુ વિશેષ સાંભળો જુદાં પ્રેમીજનની પિછાન —

પતળેલ સજણાંની પ્રીતું ન કરિયેં જેનો બદલેલ હોય બાપ;
ચેરો થાય આપણી નાતમાં અને ઉલટો કરે સંતાપ,

ઉલટો કરે સંતાપ તે સહિયેં
ને રાજા જે દંડ લ્યે તે દઈએ


પિવાડવું દુધ ને ઉછેરવો સાપ