પૃષ્ઠ:Parkamma.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
પરકમ્મા :
 



ઊપરવાડ્ય થા આપીએં
ખીર સાકર ખાવા;
બેશદ્ધ કરે બાવા
પટાવીને; પાલો ભણે. ૫

ડરશો નહિ. આ ભાષા અગુજરાતી નથી. ડિંગળનાં માતૃપય પીનાર ગઢવી પાલરવની આ ડિંગળી ગુજરાતી એ કોઇ ભાષાસંશોધનનો વિષય નથી. આ તો હતી ગામડાની જીવતી ભાષા–અને લોહૃદયમાં રમતા ભાવો. અર્થ આપું છું—

૧ પરણેલી પત્નીને જે માણસ દૂભવશે તેનું, ઓ ભાઇઓ, ભલું નહિ થાય. પાલો ગઢવી કહે છે કે એ તો ગામમાં પંચની વચ્ચે અન્યાય ગણાશે.

૨ પરણેલીને ત્યાગીને જે પતિ રખાત રાખશે એની તો દશા જ બુરી થશે, એવું પોકારી પોકારીને પાલો ગઢવી કહે છે.

૩ હે માનવી ! એવા પતિના મૃત્યુ ટાણે પાસવાન (રખાત) તો દૂર રહેશે, ચૂડાકર્મ તો પરણેલી જ કરશે.

૪ નાથ મરતાં અન્યને રતિમાત્ર પણ અસર નહિ થાય, સાચો શોક તો પરણેલી નાર જ પહેરવાની.

૫ ઘરમાંથી છાનામાના જેને દૂધસાકર ખાવા આપશું એ રખાત તો આપણને ફોસલાવીને ભાન ભુલાવીને બાવા બનાવશે.

‘પોકારીને પાલો ભણે’—

પાંચાળનો એ પાલરવ ગઢવી પરજિયો ચારણ હતો. (પરજિયા એ ચારણની શાખા છે. પશુધારી, સોદાગરી કરનાર, મોટે ભાગે અકવિ, ને રાજદરબારે ન ડોકાનારા, દાન ભીખવા ન ભટકનારા, પરપ્રશંસાના ત્યાગી અજાચી ચારણ ) ‘૨૬ કે ‘૨૭માં પ્રથમ ભેટ્યો ત્યારે જ એ ૬૦-૬૫ વર્ષનો વૃદ્ધ હતો. દૂબળો–પાતળો, દાઢીના શ્વેત કાતરા,