પૃષ્ઠ:Parkamma.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
પરકમ્મા :
 



સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી,
ગોપીચંદ રાજા બેઠો ના'વા રે ભરથરી.

હાથ પગ ચોળે એના ઘરની અસતરી
વાંસાના મોર ચોળે માતા રે ભરથરી.

મોર ચોળંતાં એનું હૈયડું ભરાણું જો
નેણલે આંસુડલાંની ધાર રે ભરથરી.

નહિ રે વાદળડી ને નહિ રે વીજળડી
ઓચિંતાં નીર ક્યાંથી આવ્યાં રે ભરથરી.

ટપ ! ટપ ! ટપ ! ગોપીચંદ કુંવરને નવરાવતાં જનેતાનાં નેણલેથી આંસુડાંની ધાર થઈ પુત્ર ઝબક્યો : ઊંચે જોયું : મા, શીદને રોવું આવ્યું ? કે બાપ—

આવી રે કાયા તારા બાપની હતી જો !
ઇ રે કાયાનાં મસ્તુક હુવાં રે ભરથરી !

સાંભળીને ગોપીચંદે ભરપુર ભોગની વચ્ચેથી ઊડીને કાયાને અમર કરનાર ભેખ લીધા વગેરે વગેરે જેમ સાંભળતા ગયા તેમ તે જવાંમર્દ અને કરડા ગોસળિયા રડતા ગયા. કહે કે ચૌદ વર્ષનો દીકરો સાતેક વર્ષ પર મુએલો તે સાંભર્યો. ચકિત બન્યા કે ‘લોકગીતોમાં શું આવું ભેદક તત્ત્વ ભર્યું છે ? મને તો આ ખબર જ નહોતી.’

‘અં-હં-’ દીકરીઓ ત્યાં હતી તે હળવેથી, ભારે હૈયે બોલી ઊઠી : ‘કેશોદ વગેરે ઠેકાણે ડિસ્ટ્રીકટમાં બાપુ જોડે જતાં ને રાતે ગામની બાઇઓ રાસડા લેતી તે સાંભળીને અમે ય એમાં ભળવા તલસી ઉઠતાં, ત્યારે તો બાપુ અમને જવા ન દેતા, કહેતા કે એ તો હલકાં માણસનું કામ !’

શરમાઇને શિવલાલભાઈએ ભૂલનો સ્વીકાર કરેલો મને તાદૃશ સાંભરે છે. મેં કહેલું તેય યાદ છે, કે આ દોષ કરવામાં આપ કંઈ