પૃષ્ઠ:Parkamma.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
પરકમ્મા :
 


ભિડ ખુરશાણ રાણદળ ભાગાં,
શત્રહાં ઘણાં બજાડે શાર;
ઈતરે થકાં અરક–રથ આયો
અસ લીધો કમધજ અસવાર.

ઘાટ નઘાટ અહાડા ઘડતાં
ઝાટ ખગાં રણથાર ગલુ.
ભાખ્યા વચન જકા નિરભાયા
બસીઆ સુરપર છે બલુ.

ભાવાર્થ — રીઝીને તમે મને અશ્વ મોકલ્યો. એનો બદલો, હે દેવાંશી રાણા, આપીશ દેવારીના કાંકળ (ઘાટ)માં. એ અશ્વનું ભાડું રાણાએ વસુલ કરી લીધું. જોધપુરના ઘણા મહારથીઓ રણે ચડ્યા, દેવારી ઘાટ રુંધ્યો; ખોરાસાની ( શહેનશાહનાં મુસ્લિમ) સૈન્યો જોધાણનાથ લાવ્યા તેની સાથે લડીને રાણાનાં દળકટક ભાગ્યાં, શત્રુઓ માર દેવા લાગ્યા. તેટલામાં તો અર્ક [સૂર્ય]નો રથ ગગનમાંથી ઊતર્યો, ને લીલા અશ્વ પર દેહધારી અસ્વાર દેખાયો. રણાંગણમાં એણે ખડ્‌ગની ઝીંક મચાવી. વચન બોલ્યો હતો તે નિભાવ્યું. ને પછી બલુ ચાંપાઉત પાછો સુરાપરે જઈ વસ્યો.

રાજસ્થાની વાતો, ચારણ-કાવ્યો, મરોડદાર દુહા, રાજસ્થાની સ્ત્રીગીતો, એનો આજે તો પરિચય વધ્યો છે. ’૨૬માં નજીવો હતો. એ સમસ્ત વાણી ગંભીર છે. પાર ન આવે તેટલી છે. રાજસ્થાન એ તો ગુજરાતનું સંસ્કારપિયર છે. આપણા ને એના એક શ્વાસ છે. પણ એક હાથ બધે પહોંચી શકતો નથી. બીજા હાથ નીકળતા નથી. યુનિવર્સિટીમાં કીડિયારાં ઉભરાય છે. શા ખપનાં ?

લાલજીનો ટુચકો

એ મારવાડી ચારણ પરથી પાનાં ફરે છે. બહારવટિયા-ગીતો અને વ્રતકથાઓ : શ્રમજીવી જનતાનું સાહિત્ય સમજી ટાંકતો ગયો