પૃષ્ઠ:Patra Lalsa.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦ : પત્ર લાલસા
 

સનાતનનું હૃદય ધડકી ઊઠ્યું. તેણે આંખો મીંચી. ખરે, બાળકી કહેતી હતી એમ મંજરી મીંચેલી આંખે તાદ્રશ દેખાતી હતી !

‘અને બધા કહે છે કે મંજરીબહેન ગુજરી ગયાં !' વેલી જગતની માન્યતાને તિરસ્કારતી બોલી ઊઠી. પરંતુ વેલીને સમજ પડી નહિ કે સનાતનની આંખમાંથી આંસુધારા કેમ વહેતી હતી. !

'ના દેખાયાં?' વેલીએ પૂછ્યું.

આંખ ઉપર બંને હાથ રાખી સનાતન ખૂબ રોયો. તેનો પડછાયો વિલીન થઈ ગયો. માત્ર તેનું રુદન પડઘો પાડી રહ્યું હતું.

♦ ♦ ♦